અમારા વિશે

શ્રીમંત ફતેહસિંહ રાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ

આપણી આ હોસ્પીટલ કે. શ્રીમંત મહારાજા ફતેહસિંહરાવ ગાયકવાડ સાહેબના માતબર દાનથી સને 1965 માં શરુ થઇ. હોસ્પિટલ ૫૦ વર્ષ પુર્ણ કરી ૫૧ વર્ષમાં પ્રવેશ કરેછે . આપણી હોસ્પીટલના સુવર્ણ જયંતિ વર્ષ ની શરુઆત 15-3-2014 થી થઇ છે. આપણી હોસ્પિટલ 43 એકરનું કેમ્પસ ધરાવે છે. હોસ્પિટલ માં મેડીકલ, ગાયનેક, સર્જીકલ, ઓર્થોપેડીક, યુરોલોજી, ડાયાલીસીસ સેન્ટર, સી.ટી, સ્કેન સેન્ટર, ફીજીયોથેરાપી સેન્ટર, બ્લડ સ્ટોરેજ સેન્ટર, ડેન્ટલ વિભાગ વગેરે વિભાગો કાયમી ધોરણે કાર્યરત છે.

હોસ્પિટલમાં સરકારશ્રી ના અનુદાનથી ચિરંજીવી યોજના,તાલુકા માનસીક રોગ નિવારણ કેન્દ્ર,કુટુંબ કલ્યાણ કેન્દ્ર,મમતા કલીનીક વગેરે એકમો ચાલે છે. કાન-નાક-ગળાના રોગના,ચામડીના રોગોના તથા માનસિક રોગોના વીઝીટીંગ ડોક્ટર્સની સેવાઓ ઉપલબ્ધ છે.આપણી હોસ્પિટલને આર.એસ.બી. વાય (સંપુર્ણ સ્વાસ્થ્ય વિમા યોજના)નું સેન્ટર મળેલ છે.

બી.પી.એલ સ્માર્ટ કાર્ડ ધારક પરિવારને વાર્ષિક રૂપિયા ત્રીસ હજાર સુધીની વિના મુલ્યે સહાય મળે છે.અમને જણાવતાં આનંદ થાય છે કે આપણી હોસ્પિટલમાં ઢીંચણના સાંધા બદલવાના ઓપરેશન કરવાનું ચાલુ કરવામાં આવશે. ઢીંચણના સાંધા બદલવાની સારવાર ઘણીજ સસ્તી હોઇ આજુબાજુ ના વિસ્તારના ઘણાબધા દર્દીઓ લાભ લઇ રહ્યા છે.

આપણી હોસ્પિટલને ગુજરાત સરકારશ્રી તરફથી ગ્રાન્ટ ના નિયમો આધિન ગ્રાન્ટ મળે છે હોસ્પિટલ.માં ગ્રાન્ટ માટે 53 માણસો નો સ્ટાફ માન્ય કરેલ છે . સારી સેવાઓ પુરી પાડવા માટે વધારાનો સ્ટાફ રાખવો પડે છે.અમુક ખર્ચાઓ ઉપર પણ મર્યાદિત ગ્રાન્ટ મળે છે.આ વધારાનો ખર્ચ સરકારશ્રીના નિયમો અનુસાર આપણથી સરભર કરી શકાતો નથી . તેમજ સાધનો ખરીદવા કે નવા બાંધકામ વગેરે માટે ગ્રાન્ટ મળતી નથી. આથી હોસ્પિટલને ચલાવવા વર્ષે ઘણીબધી ખોટ ભોગવવી પડે છે.આ ખોટ મંડળના આવકના અન્ય સ્ત્રોત ,દાનમાંથી સરભર કરવી પડે છે  બંધારણની આછી રુપરેખા

  મંડળ સને 1860ના સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ BOM 1/SBK નંબરથી રજીસ્ટર થયેલ છે. તેમજ પબ્લિક ટ્રસ્ટ હેઠળ ૩૧-૦૭-૧૯૫૬ ના રોજ રજિસ્ટ્રેશન નંબર એફ/૮ SK થી રજિસ્ટર થયેલ છે

  મંડળના ત્રણ વહીવટી ઘટકો છે.

  • સામાન્ય સભા (General Body)
  • કાઉન્સીલ
  • ગવર્નિગ બોડી

  સામાન્ય સભા : આજીવન સભ્ય,વાઈસ પેટ્રન અને પેટ્રન સભ્યોથી સામાન્ય સભા બને છે.સામાન્ય સભામાંથી એક પ્રેસિડેન્ટ,છ વાઇસ પ્રેસીડેન્ટ,ચેરમેન,વાઇસ ચેરમેન વગેરે હોદેદારોનોનિયુકતી/ચૂટ્ણો થાય છે. ચેરમેનને એક સેક્રેટરી,એક અથવા બે જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેજરરની નિમણુક સામાન્ય સભામાંથી કરવાની હોય છે.વર્ષમાં એક વખત સામાન્ય સભા બોલાવવાની હોય છે.જરૂરિયાત ઉભી થાય તેવા ખાસ સંજોગોમાં ચેરમેનને અસામાન્ય સભા બોલાવવાનોં અધિકાર છે.

  કાઉન્સીલ :પ્રમુખ ,છ ઉપપ્રમુખ, ચેરમેન,વાઇસ ચેરમેન,સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી(ઓ) તથા સામાન્ય સભામાંથી આજીવન સભ્ય ,વાઈસ પેટ્રન અને પેટ્રન એમ દરેકમાંથી ચાર સભ્યો તથા ચેરમેનથી કો-ઓપ્ટ કરાયેલા બે સભ્યો એમ બધા સભ્યોમાંથી કાઉન્સીલ બંને છે. તદઉપરાંત અમુક રકમમાંથી વધારે રકમનું દાન કરનાર વ્યકિતગત દાતાશ્રીઓ ,સંસ્થા, ટ્રસ્ટ અથવા લિમીટેડ કંપનીના પ્રતિનિધિઓ કાઉન્સીલના આજીવન સભ્ય બની શકે છે. આ રીતે કાઉન્સીલનું માળખું ત્યાર થાય છે. કાઉન્સીલમાં દાતાશ્રીઓનું પ્રતિનિધિત્વ હોઈ દાતાશ્રીઓ સંસ્થાના વહીવટમાં હિસ્સેદારી ભોગવી શકે છે તેથી તેમના સલાહ-સૂચનો વગેરેનો લાભ મળવાથી સંસ્થાનો વિકાસ થતો રહે છે.કાઉન્સીલની મીટીંગ વર્ષમાં ઓછામાં ઓછી બે વખત બોલાવવાની હોઈ છે.

  ગવર્નિંગ બોડી : ચેરમેન ,વાઇસ ચેરમેન ,સેક્રેટરી, એક અથવા બે જોઇન્ટ સેક્રેટરી અને ટ્રેજરર તથા સામાન્ય સભામાંથી ચૂંટાયેલા / નિયુક્ત ચાર સભ્યો મળીને ગવર્નિંગ બોડી બને છે. મંડળનો રોજબરોજનો વહીવટ ગવર્નિંગ બોડી સંભાળે છે.દર બે માસે ગવર્નિંગ બોડીની મીટીંગ બોલાવવાની હોય છે.

  કાઉન્સીલ અને ગવર્નિંગ બોડીના ચુટાયેલા/નિયુકત સભ્યોની મુદ્દત ચાર વર્ષની હોય છે.

  નાત, જાત, ધર્મ, પ્રદેશ , કે પક્ષથી પર રહીને પ્રજાના પૈસાથી , પ્રજા વડે પ્રજાની સેવા કરવાનો મંડળનો ઉદેશ છે.

  ટ્રસ્ટ રેજિસ્ટ્રેશન

  મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ રજીસ્ટ્રેશન નંબર : એફ/૮/સાબરકાંઠા તારીખ : ૩૧ - ૦૭ - ૫૬ સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ૧૮૬૦ હેઠળ રજીસ્ટ્રેશન નંબર : BOM/૧/SBK તા. ૩૧ -૧૦ - ૧૯૫૬ ઇન્કમટેક્સ રાહત:

  (અ) શ્રી કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળને આપવામાં આવતું દાન ઇન્કમટેક્સ ની
  કલમ ૮૦-જી(૫) હેઠળ કરમુક્તિને પાત્ર છે. કરમુક્તિ પત્ર ક્રમાંક નંબર : DIT(E)/80જી(5)/1166/06/07 Date : 13.06.2007

  (ક) શ્રી કે.કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળને આપવામાં આવતુ દાન ઇન્કમટેક્ષની કલમ ૩૫એસી હેઠળ ૧૦૦ ટકા કરમુક્તિને પત્ર છે.કરમુક્તિ નોટીફીકેશન નંબર : S.O.486(E) Dated 16th March, 2012 File No.270/188/ 2003-INC valid up to 31-03-2015.

  નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩,૨૦૧૩-૧૪, ૨૦૧૪- ૧૫ વર્ષ સુધી માન્યતા મળેલ છે.

  વિદેશી દાન (ફોરેન કોન્ટ્રીબ્યુશન) :

  શ્રી કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળને વિદેશી દાન મેળવવા માટે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેજિસ્ટ્રેશન એક્ટ (એફ.સી.આર.એ) હેઠળ રજીસ્ટર્ડ થયેલ છે. એફ.સી.આર.એ રેજિસ્ટ્રેશન નંબર ૦૪૨૦૯૦૦૯૭

  બેન્ક : (૧) એસ.બી.આઇ,બાયડ શાખા ,મુ. પો.તા. બાયડ જી.અરવલ્લી
            (૨) બેંક ઓફ બરોડા, બાયડ શાખા ,મુ. પો.તા. બાયડ જી.અરવલ્લી

  પી.એ.નંબર : AAATK1352R

  ઓડીટર્સ :

            ડો.જી. એસ. એન્ડ કંપની,
            મનરાજ,૬બી,સત્તર તાલુકા સોસાયટી,નવજીવન પ્રેસ પાસે, ઇન્કમટેક્ષ સર્કલ,
             અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન : ૦૭૯-૨૭૫૪૨૬૯૭-૨૬૯૮,
            ફેક્સ :૦૭૯- ૨૭૫૪૨૬૯૯

  કુરિયર :

            તિરૂપતી,અંજની, મીડ-વે, મારુતી, પુનમ કુરિયરમાં બાયડ મુકામે મોકલવું


  શ્રી કે કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ સંચાલિત સંસ્થાઓ

  શ્રીમંત ફતેહસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ
  આપણી આ હોસ્પિટલ ૪૩ એકરનું કેમ્પસ ધરાવે છે. હોસ્પિટલમાં મેડિકલ, ગાયનેક,સર્જીકલ, ઓર્થોપેડીક, યુરોલોજી, ડાયાલીસીસ સેંટર, સી.ટી.સ્કેન સેંટર, ફિજીઓથેરાપી સેંટર, બ્લડ સ્ટોરેજ સેંટર, ડેન્ટલ વિભાગ વગેરે વિભાગો કાયમી ધોરણે કાર્યરત છે. હોસ્પિટલમાં સરકારશ્રીના અનુદાનથીચિરંજીવી યોજના , તાલુકા માનસિક રોગ નિવારણ કેન્દ્ર, કુટુંબ કલ્યાણ કેન્દ્ર, મમતા ક્લીનીક વગેરે એકમો ચાલે છે. નાક-કાન-ગળાના રોગના, ચામડીના રોગના, તથા માનસિક રોગના વીજીટીંગ ડોકટર્સની સેવાઓ ઉપલબ્ધ છે. આપણી હોસ્પિટલને આર.એસ.બી.વાય(રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બિમા યોજના) નું સેંટર મળેલ છે. બી.પી. એલ. સ્માર્ટ કાર્ડ ધારક પરિવારને વાર્ષિક રૂપિયા ત્રીસ હજાર સુધીની વિનામુલ્યે સારવાર મળે છે. આપણી હોસ્પિટલમાં ઢીંચણના સાંધા બદલાવાના ઓપરેશન કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. આપણી હોસ્પિટલને ગુજરાત સરકારશ્રી તરફથી ગ્રાન્ટના નિયમો આધીન ગ્રાન્ટ મળે છે. સરકારે નક્કી કરેલા સ્ટાફ ઉપર, તેમજ નક્કી કરેલા પગાર ધોરણ ઉપર અને માન્ય ખર્ચાઓ ઉપર ૭૫ ટકા ગ્રાન્ટ મળે છે. હોસ્પિટલમાં ગ્રાન્ટ માટે ૫૩ માણસનો સ્ટાફ માન્ય કરેલ છે. સારી સેવાઓ પૂરી પાડવા માટે વધારાનો સ્ટાફ રાખવો પડે છે. આ વધારાના સ્ટાફનો પગાર આપણે ભોગવવો પડે છે. સરકારના નક્કી કરેલા પગાર કરતાં ડોક્ટરોને ઘણોજ વધારે પગાર આપવો પડે છે. અમુક ખર્ચાઓ ઉપર પણ મર્યાદિત ગ્રાન્ટ મળે છે. આ વધારાનો ખર્ચ સરકારના નિયમો અનુસાર આવકમાંથી સરભર કરી સકાતો નથી. તેમજ સાધનો ખરીદવા કે નવા બાંધકામ વગેરે માટે ગ્રાન્ટ મળતી નથી. આથી હોસ્પિટલને ચલાવવા વર્ષે દહાડે જંગી ખોટ ભોગવવી પડે છે. આ ખોટ મંડળના આવકના અન્ય સ્ત્રોત, દાનમાંથી સરભર કરવી પડે છે
  મહાવીર સ્કૂલ ઓફ નર્સિંગ
  દાતાશ્રી ચંદ્રકાન્તભાઈ ગોગરી(આરતી ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીજ) મુંબઈ ના માતબર દાનથી મહાવીર સ્કુલ ઓફ નર્સિંગ તા. ૧-૦૯-૨૦૦૮ ના રોજથી શરૂ થઈ છે. શરૂઆત ૩૦ વિદ્યાર્થીઓથી થઈને હાલમાં દર વર્ષે૫૦ વિદ્યાર્થીઓની પ્રવેશની માન્યતા મળેલ છે. લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશકરી શકાય તે માટે યશોદા ગર્લ્સ હોસ્ટેલ પણતેઓશ્રીના દાનથી અસ્તિત્વમાં આવી છે.
  સાડાત્રણ વર્ષના નર્સિંગના G N M કૌર્સની અત્યાર સુધીમાં ત્રણ બેન્ચ બહાર પડી છે.ત્રણે બેચનું ઘણું સારું પરિણામ આવ્યું છે.બધાજ છોકરા છોકરીઓને સારી સારી હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી મળી ગઈ છે તે આપણાં માટે આનંદની વાત છે.
  દર વર્ષ ની જેમ આ વર્ષે પણછઠ્ઠા લેમ્પ લાઈટીંગ સેરેમનીની ઉજવણી આપણી સંસ્થાના ચેરમેનશ્રી ધીરુભાઈ પટેલના પ્રમુખપદે યોજાયેલ,મુખ્ય મહેમાન પદ મંડળના વાઇસ ચેરમેન શ્રી કોદરભાઈ પટેલે શોભાવેલું.
  મહાવીર કોલેજ ઓફ નર્સિંગ
  G N M ના સાડા ત્રણ વર્ષ પછીના બે વર્ષના ડિગ્રી કોર્ષ માટે મહાવીર સ્કુલ ઓફ નર્સિંગમાંજ આ કોલેજ ૧-૦-૨૦૧૦ થી ચાલુ કરવામાં આવેલ જેની બે બેંચ બહાર પડી છે.
  મહાવીર સ્કૂલ ઓફ ANM

  આપણી આ મહાવીર સ્કૂલ ઓફ નર્સિંગના મકાનમાં ANM નો બે વર્ષનો કોર્ષ ગયા નાણાકીય વર્ષ દરમ્યાન શરૂ કરવામાં આવ્યો છે. GNC તરફથી 20 સીટની મંજૂરી મળી છે.

  આ અભ્યાસના ભાગરૂપ હોસ્પિટલમાં ટ્રેનિંગ દરમ્યાન હોસ્પિટલના દર્દીઓને સારી સારવારનો લાભ મળે અને આ સ્કુલ સ્વનિભર હોય તેની આવક હોસ્પિટલના વિકાસમાં કામ આવે, તથા દર વર્ષે લગભગ ૫૦/૬૦ છોકરાઓ/છોકરીઓ નોકરી મેળવીને સમાજમાં પોતાની રીતે પગભર થાય તેવો દાતાશ્રીનો ઉમદા ઉદેશ અને ભાવના બધી રીતે સફળ થઈ છે તે આપણાં માટે આનંદની વાત છે.

  શ્રી વાત્રક મેડિકલ સ્ટોર
  અત્યાર સુંધી આપણી હોસ્પિટલના કેમ્પસમાં આવેલ આપણાં મકાનમાં મેડિકલ સ્ટોર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપતા હતા.દર્દીઓને સારી અને સસ્તી દવાઓ મળીરહે તે હેતુથી ગયા નાણાકીય વર્ષ દરમ્યાન તા.૨૩-૦૭-૨૦૧૨ ના રોજ આપણાં મંડળે હોસ્પિટલકેમ્પસમાં મેડીકલ સ્ટોર્સ ચાલુ કરેલ છે. જેની આવક હોસ્પિટલની નાણાકીય જરૂરીયાત પૂરક બની રહે છે.
  મોબાઇલ ડિસ્પેન્સરી (ફરતું દવાખાનું)
  મહાવીર બી.એસ.સી. કોલેજ ઓફ નર્સિંગ (પ્રપોજ્ડ)
  આ કોલેજ શરૂ કરવા માટે INC દિલ્હીમાં આપણી ફાઇલ સ્વીકારવામાં આવી છે. પત્ર વ્યવહાર ચાલુ છે.જેમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં જરૂરથી સફળતા મળશે.
  ખેતીવાડી વિભાગ

  હોસ્પિટલમાં જુદા જુદા વિભાગોમાં સારવાર લીધેલ દર્દીની વિગત :

  અ.ન વિભાગ ૨૦૧૨-૨૦૧૩ ૨૦૧૩-૨૦૧૪ ૨૦૧૪-૨૦૧૫
  1 આઉટડોર ૫૭૫૦૨ ૫૬,૪૬૯ ૬૫૬૩૮
  2 ઇન્ડોર ૨૧૨૮૨ ૧૫,૨૦૧ ૧૭૪૦૧
  3 એક્સ-રે ૧૮૫૫૯ ૨૦૯૬૯ ૨૩૬૮૫
  4 સોનોગ્રાફી ૪૮૦ ૮૩ ૧૧૧
  5 ઓપરેશન ૧૬૯૦ ૧૭૪૫ ૧૭૨૯
  6 ડીલીવરી ૩૯૪ ૨૨૪ ૧૬૯
  7 લેબોરેટરી ટેસ્ટ ૧૧,૫૨૭ ૧૧૪૩૪ ૧૪૯૧૯

  છેલ્લા ૧૪ વર્ષ દરમ્યાન આવક-જાવક-ગ્રાન્ટ તથા નુકશાનનું પત્રક

  અ.ન વર્ષ ખર્ચ આવક ગ્રાન્ટ ખોટ
  1 ૨૦૦૦-૦૧ ૮૧.૭૫ ૧૯.૧૫ ૪૩.૧૪ -૧૯.૪૬
  ૨૦૦૧-૦૨ ૧૦૬.૭૫ ૨૧.૯૨ ૫૦.૩૦ -૩૪.૪૯
  ૨૦૦૨-૦૩ ૮૫.૭૨ ૨૧.૨૦ ૪૭.૩ -૧૬.૬૯
  ૨૦૦૩-૦૪ ૮૭.૫૦ ૧૬.૮૮ ૭૨.૯૧ ૨.૨૯
  ૨૦૦૪-૦૫ ૮૪.૧૫ ૧૭.૨૫ ૪૧.૫૩ -૨૫.૩૭
  ૨૦૦૫-૦૬ ૯૭.૨૮ ૧૬.૭૪ ૬૭.૫૫ -૧૨.૯૯
  ૨૦૦૬-૦૭ ૧૦૯.૦૭ ૨૨.૨૫ ૮૩.૦૨ -૩.૮૦
  ૨૦૦૭-૦૮ ૧૨૩.૮૦ ૨૬.૦૧ ૭૨.૨૪ -૨૫.૫૫
  ૨૦૦૮-૦૯ ૧૩૨.૮૬ ૨૮.૦૯ ૮૧.૩૧ -૨૩.૪૬
  ૧૦ ૨૦૦૯-૧૦ ૧૪૬.૬૭ ૩૩.૮ ૭૯.૯૦ -૩૩.૦૯
  ૧૧ ૨૦૧૦-૧૧ ૧૪૯.૮૨ ૩૬.૮૯ ૮૪.૫૦ -૨૮.૪૩
  ૧૨ ૨૦૧૧-૧૨ ૧૮૩.૭૦ ૩૯.૩૩ ૮૧.૫૨ -૬૩.૮૫
  ૧૩ ૨૦૧૨-૧૩ ૨૪૮.૦૯ ૩૬.૬૦ ૧૫૬.૧૬ -૫૫.૩૨
  ૧૪ ૨૦૧૩-૧૪ ૨૫૩.૨૨ ૪૪.૨૬ ૮૯.૬૧ -૧૧૯.૩૫
  ૧૫ ૨૦૧૪-૧૫ ૨૯૩.૪૬ ૫૮.૮૬ ૧૩૯.૨૫ -૯૫.૩૬