પ્રશંસાપત્રો

  • આ હોસ્પિટલ માં મારા મિત્રને પગના જોઈન્ડ ઓપરેશન માટે ડૉ પ્રિયંક સાહેબની સારવાર હેઠળ દાખલ કરેલ હતા.અને તેઓ ઓછા ખર્ચે સંપૂર્ણ સ્વસ્થ ઓપરેશન થયેલું.જ્યારે તેનું પ્રથમ ઓપરેશન નડિયાદ કરાવેલ હતું જેની સરખામણીમાં ખૂબ જ ઓછા ખર્ચે અમારું કામ થયેલ છે.એ બદલ સંસ્થાના ટ્રસ્ટી મંડળ, ડોક્ટર સાહેબશ્રી તથા તમારા સ્ટાફ નો ખૂબ ખૂબ આભારી છું.

    પ્રકાશચંદ ચિમનલાલ જોશી, મુ. કપડવંજ, જી.ખેડા

  • આમારી માતાશ્રી કાન્તાબેન ખેતાભાઈ પટેલ એ બંને પગના ગુટનાઓનું ઓપરેશન કરાવેલ છે.તેને સેવા આપનાર ડૉ. પ્રિયંક સાહેબ છે.અમારી માતાને બહુ જ સારું છે.કોઈ તકલીફ નથી. આ હોસ્પિટલ બહુ જ સારી છે.હોસ્પિટલના કાર્યકર્તાઑ અને સ્ટાફ, અને ડોક્ટરો બહુ સારા છે.

    કાન્તાબેન ખેતાભાઈ પટેલ પરિવાર, મુ. પુંસરી, તા. તલોદ,જી.સાબરકાંઠા

  • આપની આ હોસ્પિટલમાં કમરના મણકાનું (સ્પાઇન) ઓપરેશન કરાવેલ.ત્યારબાદ ઘણું સારું છે.મારૂ સ્વાસ્થય ઘણું સારું છે.અને મને નવુંજીવન મળ્યું છે. એ બદલ શ્રી કે.કે શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વતી હોસ્પિટલના કર્મચારીઓ,હોસ્પિટલ સ્ટાફ તથા ડૉ. પ્રિયંક સાહેબ નો ખૂબ આભાર માનું છું.

    બચુભાઈ અમરાભાઈ રાઠોડ, મુ. કપડવંજ, જી.ખેડા